Tuesday, 20 January 2009

શાયર શ્રી ખલીલ ધનતેજવીની એક ગઝલ....

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી। હશે,

મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી।

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી।

કદી તેં હાંક મારી'તી ઘણા વર્ષો થયા તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી।

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને
તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
-રઈશ મનીયાર

ડે છે

આમ તો તું મુજ ને કાયમ નડે છે, કોણ જાણે તોય આ દિલને અડે છે.

જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે, પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.

આદત મારી છે જુની રસ્તે રખડવાની, એટલે તો તું મને રસ્તે જડે છે.

આગને હું આગથી બુઝાવી જાણું, હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.

શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ, લાગણી એમાં હવે સિંચવી પડે છે.

હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું, ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.

-અશોક જાની

આ મોબાઇલ મને નડે છે. પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે, કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે. આ મોબાઇલ મને નડે છે. હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે, અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે, આ મોબાઇલ મને નડે છે. રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે, અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે. આ મોબાઇલ મને નડે છે. રાત્રે પણ સુવા ન દે, અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે. આ મોબાઇલ મને નડે છે. ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે અને એ બેટો બેઠો બેઠો હસે છે, આ મોબાઇલ મને નડે છે. છોકરી ને ફોન્ કરતા મને પકડાવી દે છે, પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે, આ મોબાઇલ મને નડે છે. વાપરતા તો આનંદ આનંદ થાય છે, બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે, આ મોબાઇલ મને નડે છે. ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો, પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે, આ મોબાઇલ મને નડે છે. ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો, તો કહે છે,"તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે." આ મોબાઇલ મને નડે છે. શું તને પણ્ આ મોબાઇલ આમજ નડે છ