Tuesday, 20 January 2009

ડે છે

આમ તો તું મુજ ને કાયમ નડે છે, કોણ જાણે તોય આ દિલને અડે છે.

જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે, પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.

આદત મારી છે જુની રસ્તે રખડવાની, એટલે તો તું મને રસ્તે જડે છે.

આગને હું આગથી બુઝાવી જાણું, હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.

શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ, લાગણી એમાં હવે સિંચવી પડે છે.

હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું, ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.

-અશોક જાની

No comments:

Post a Comment