Monday, 9 February 2009
Monday, 26 January 2009
Saturday, 24 January 2009
Friday, 23 January 2009
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે।
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું
પરંતુ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે।
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે।
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે।
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે।
તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે।
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે।
-- ખલિલ ધનતેજવી
Thursday, 22 January 2009
Tuesday, 20 January 2009
શાયર શ્રી ખલીલ ધનતેજવીની એક ગઝલ....
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી। હશે,
મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી।
રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી।
કદી તેં હાંક મારી'તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી।
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી।
નડે છે
આમ તો તું મુજ ને કાયમ નડે છે, કોણ જાણે તોય આ દિલને અડે છે.
જાણું છું કે પ્રેમ મીઠો છે ને ખાટો છે, પ્રેમ માં તું એટલે મુજ થી લડે છે.
આદત મારી છે જુની રસ્તે રખડવાની, એટલે તો તું મને રસ્તે જડે છે.
આગને હું આગથી બુઝાવી જાણું, હૈયામાં મારા ઠંડક ની ચિતા ભડભડે છે.
શું કરું સંબંઘ ની ઉછરી ગઇ છે વેલ, લાગણી એમાં હવે સિંચવી પડે છે.
હું જ કારણ છું હવે સઘળી સમસ્યાનું, ઉકેલ જે સર્જાય તે તારા વડે છે.
-અશોક જાની